Skip to main content
Source
Divya Bhaskar
https://www.divyabhaskar.co.in/national/news/this-is-more-than-the-total-budget-of-nagaland-mizoram-and-sikkim-reports-adr-131627704.html
Date
City
New Delhi

દેશના 4,001 વર્તમાન ધારાસભ્યોની કુલ સંપત્તિ 54,545 કરોડ રૂપિયા છે. આ ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યો - નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કિમના 2023-24 માટેના કુલ 49,103 કરોડ રૂપિયાના કુલ વાર્ષિક બજેટ કરતાં વધુ છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચ (NEW) એ મંગળવારે પોતાના રિપોર્ટમાં આ માહિતી આપી છે. દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ધારાસભ્યોના સોગંદનામાનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

રાજ્ય કુલ વાર્ષિક બજેટ (રૂ. કરોડ)
નાગાલેન્ડ 23,086
મિઝોરમ 14,210
સિક્કિમ 11,807
કુલ 49,103

કોંગ્રેસના ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ભાજપ કરતા લગભગ બમણી
આ રિપોર્ટમાં 84 રાજકીય પક્ષોના 4001 વર્તમાન ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હિસાબે ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 13.63 કરોડ રૂપિયા છે. ભાજપના 1356 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 11.97 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસના 719 ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ 21.97 કરોડ રૂપિયા છે.

કુલ ધારાસભ્યો, કુલ સંપત્તિમાં ભાજપ આગળ
આ માહિતી ધારાસભ્યોએ છેલ્લી ચૂંટણી લડતા પહેલા દાખલ કરેલા સોગંદનામામાં આપી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 28 રાજ્ય વિધાનસભાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં 4,033માંથી કુલ 4,001 ધારાસભ્યોની સંપત્તિનો ડેટા લેવામાં આવ્યો છે.