Source: 
Aajkaaldaily
https://www.aajkaaldaily.com/news/crime-records-against-aap-congress-and-bjp-candidates-in-the-police
Author: 
Date: 
24.11.2022
City: 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને લઇને એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ  સંસ્થા દ્રારા એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કરાયો છે. આ રિપોર્ટમાં પહેલા તબક્કાની ૮૯ વિધાનસભાના ૭૮૮ ઉમેદવારોના સોગંદનામાનું રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વિશ્લેષણ મુજબ ૭૮૮ ઉમેદવારો પૈકી ૧૬૭ ઉમેદવારો ગુનાઇત ભુતકાળ ધરાવે છે. પહેલા તબક્કામાં ૨૧૧ ઉમેદવારો કરોડપતિ છે. રિપોર્ટ મુજબ આપના સૌથી વધુ ૩૨ ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. સ્વચ્છ છબીની વાતો કરતી આપના સૌથી વધુ ઉમેદવારો સામે ગુના નોંધાયેલ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને એડીઆર દ્રારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરાયો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્રારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો છે તો સાથે સાથે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતની પણ માહિતી બહાર આવી છે.

આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની ૮૯ વિધાનસભાના ૭૮૮ ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તે મુજબ ૭૮૮ ઉમેદવારોમાંથી ૧૬૭ ઉમેદવારો (૨૧ ટકા) ગુનાઓ ધરાવે છે તથા ૧૬૭ ઉમેદવારમાંથી ૧૦૦ (૧૩ ટકા) સામે ગંભીર ગુનાઓ છે. રિપોર્ટ મુજબ ૨૦૧૭ની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા ૯૨૩ ઉમેદવારોમાંથી ૧૩૭ ઉમેદવાર (૧૫ ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા અને ૨૦૧૭માં ૭૮ ઉમેદવાર (૮ ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. ૨૦૧૭ કરતા આ વખતની ૨૦૨૨ની ચૂંટણીમાં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ ઉભા રહ્યા છે.

પક્ષ પ્રમાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર પર એક નજર કરીએ તો આપના ૮૮ ઉમેદવારો માંથી ૩૨ ઉમેદવારો (૩૬ ટકા) સામે ગુના દાખલ છે, યારે કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાંથી ૩૧ (૩૫ ટકા) સામે ગુના દાખલ છે અને ભાજપના ૮૯ ઉમેદવારો માંથી ૧૪ ઉમેદવાર (૧૬ ટકા) સામે ગુના દાખલ થયેલા છે. બીટીપીના ૧૪ ઉમેદવારોમાંથી ૪ ઉમેદવાર(૨૯ટકા) ઉમેદવાર સામે ગુના દાખલ છે.

ગંભીર ગુનાવાળા ઉમેદવારો પક્ષ પ્રમાણે જોઇએ તો આપ પક્ષના કુલ ૮૮ ઉમેદવારોમાંથી ૨૬ (૩૦%) સામે ગંભીર ગુનાઓ દાખલ છે અને કોંગ્રેસના કુલ ૮૯ ઉમેદવારો પૈકી ૧૮ (૨૦%), સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને  બીજેપીના ૮૯ ૧૧ (૧૨%) અને બીટીપીના ૧૪  ઉમેદવારો પૈકી ૧ (૭%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે.

મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર પર એક નજર કરીએ તો ૯ મહિલા ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે અને મર્ડરને લગતા ગુનાઓ ૩ છે. મહિલા ઉમેદવારો સામે આઈપીસી –૩૦૨ મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, યારે ૧૨ ઉમેદવારની સામે આઇપીસી ૩૦૭ મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કયુ છે.

બીજી તરફ ૨૫ વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણ થી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે,એટલે તે મતવિસ્તારોને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. ૨૦૧૭ની ચૂંટણીમાં રેડ એલર્ટ મતક્ષેત્રોની સંખ્યા ૨૧ (૨૪%) હતી.

હવે પક્ષ પ્રમાણે ઉમેદવારોની સંપત્તિની માહિતી જોઇએ તો મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે તે પુરવાર થયું છે. જો મુખ્ય પક્ષોની વાત કરીએ તો બીજેપી ના ૮૯ ઉમેદવારોમાંથી ૭૯ (૯૮ ટકા ) કરોડપતિ છે, યારે કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાંથી ૬૫ (૭૩ ટકા ) કરોડપતિ છે, અને આપ ના ૮૮ ઉમેદવારોમાંથી ૩૩ (૩૮%) ટકા ઉમેદવાર કરોડ ઉપર સંપત્તિ ધરાવે છે.

પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત ૨.૮૮ કરોડ છે. ૨૦૧૭ માં એ ૨.૧૬ કરોડ હતી. સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે બીજેપીના કુલ ૮૯ ઉમેદવારોની સરેરાશ મિલકત ૧૩.૪૦ કરોડ થાય છે, યારે કોંગ્રેસના ૮૯ ઉમેદવારોની સરેરાશ મિલકત ૮.૩૮ કરોડ અને આપ ના ૮૮ ઉમેદવારોની સરેરાશ મિલકત ૧.૯૯ કરોડ છે, યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ૧૪ ઉમેદવારોની સરેરાશ મિલકત ૨૩.૩૯ કરોડ છે.

પ્રથમ તબક્કામાં ૨૧૧ ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તબક્કાના ૨૭ ટકા ઉમેદવાર કરોડપતિ છે. રિપોર્ટ મુજબ જામનગર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાસે કુલ ૯૭ કરોડ મિલકત છે યારે દ્રારકાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક પાસે ૧૧૫ કરોડની કુલ મિલકત છે અને પારડીના ભાજપ ઉમેદવાર કનું દેસાઈ પાસે ૧૦ કરોડથી વધુની મિલકત છે. રાજકોટ દક્ષિણના ભાજપના રમેશ ટીલાળા પાસે કુલ ૧૭૫ કરોડની મિલકત છે અને કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર ઇન્દ્રનીલ રાયગુ પાસે ૧૬૨ કરોડની મિલકત છે તથા જામનગર જિલ્લાની માણાવદર બેઠકના ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની ૧૩૦ કરોડની મિલકત છે.

ઝીરો મિલકત વાળા ઉમેદવારોમા બહત્પજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીતની કુલ મિલકત ૧૦૦૦ પિયા છે યારે ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે ૩૦૦૦ પિયા મિલકત છે.

રિપોર્ટ મુજબ સૌથી વધુ દેવાદાર ઉમેદવારોની વાત કરીએ તો તેમાં રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાયગુ, કચ્છના રાપરના કોંગ્રેસ ઉમેદવાર બચુ અરેઠીયા, સોમનાથ જિલ્લાની ગીર સોમનાથ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલ વાળા છે.



૭૩ ઉમેદવારો પાસે ૫ કરોડથી વધુ સંપત્તિ

ઉમેદવારોની સંપતિ જોઇએ તો ૫ કરોડથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવાર ૭૩ છે યારે ૨ થી ૫ કરોડ સુધી સંપતિ ધરાવતા ઉમેદવાર ૭૭ છે. ૫૦ લાખ થી ૨ કરોડની સંપતિ ધરાવતા ઉમેદવાર ૧૨૫ છે અને ૧૦ લાખ થી ૫૦ લાખ સુધી સંપતિ ધરાવતા ૧૭૦ છે.

© Association for Democratic Reforms
Privacy And Terms Of Use
Donation Payment Method