Skip to main content
Source
TV9 Gujarati
https://tv9gujarati.com/elections/gujarat-assembly-election/gujarat-election-2022-which-of-the-first-phase-candidates-have-serious-crimes-registered-against-them-know-complete-details-au14533-631100.html
Author
Darshal Raval
Date

વર્ષ 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવાર માંથી 137 ઉમેદવાર (Candidates) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. જ્યારે વર્ષ 2022માં પ્રથમ તબક્કાની ચૂંટણીના 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે.

ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022: 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે એસોસિયેશન ફોર ડેમોક્રેટીક  રીફોર્મ  (ADR)દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારના લેખા -જોખા જાહેર કરવામાં આવ્યા હતા. આ વિશ્લેષ્ણમાં જાણવા મળ્યું હતું કે પ્રથમ તબક્કાની 89 બેઠકો ઉપર કુલ 788 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તે પૈકી 788 ઉમેદવારોના સોંગદનામાના વિષ્લેષ્ણમાં જાણવા મળ્યું હતું કે 788માંથી 167 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે.

આ અંગેની વિગતો જોઈએ તો વર્ષ 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવાર માંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. જ્યારે વર્ષ 2022માં પ્રથમ તબક્કાની ચૂંટણીના 788 ઉમેદવારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે. આ વિશ્લેષ્ણ પ્રમાણે 2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ છે. તો 167 ઉમેદવાર માંથી 100  સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

ગુજરાત ઇલેક્શન 2022: પક્ષ પ્રમાણે ગંભીર ગુનાવાળા ઉમેદવારો

  1. AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 32 સામે ગુનો નોંધાયેલો છે
  2. INC ના કુલ 89 ઉમેદવારો પૈકી 31 સામે ગુના નોંધાયેલા છે
  3. BJP ના 89 માંથી 14 ઉમેદવારો સામે ગુનો દાખલ થયેલો છે.
  4. BTP ના 14 ઉમેદવારો પૈકી 4 ઉમેદવારો સામે ગંભીર ગુના નોંધાયેલા છે.
  5. 3 ઉમેદવારો સામે IPC -302 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે .
  6. જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે.
  7. કુલ 9 ઉમેદવાર  એવા  છે જેમની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે.

જો ટકાવારી પ્રમાણે  જોઈએ તો  AAPના સૌથી વધારે 30 ટકા ઉમેદવાર સામે ગુના છે. જ્યારે કોંગ્રેસના 18 ટકા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ છે. ભાજપના 12 ટકા ઉમેદવાર સામે ગુના દાખલ થયેલા છે અને BTPના 7 ટકા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

ગુજરાત ચૂંટણી 2022:  ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં  93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.