Skip to main content
Date

ભાજપ પછી કોંગ્રેસના ૧૬, વાયએસઆરસીપીના સાત સાંસદો સામે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસો ચાલી રહ્યાં છ

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)નો અહેવાલ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૦

મહિલાઓ વિરુદ્ધ અપરાાૃધ બદલ ભાજપના ૨૧, કોંગ્રેસના ૧૬ અને વાયએસઆરસીપીના સાત સાંસદો સામે કેસ ચાલી રહ્યાં છે તેમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(એડીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું છે. 

એડીઆરના જણાવ્યા અનુસાર ૨૦૦૯માં મહિલાઓ વિરુદ્ધ અપરાાૃધના કેસનો સામનો કરી રહેલા લોકસભા સાંસદોની સંખ્યા બે હતી જે ૨૦૧૯માં વાૃધીને ૧૯ ાૃથઇ ગઇ છે. છેલ્લા પાંચ વર્ષમા ત્રણ સાંસદો અને છ ાૃધારાસભ્યો સામે બળાત્કાર સાાૃથે સંકળાયેલા કેસો ાૃથયેલા છે. 

ં ચૂંટણી પંચની માન્યતા પ્રાપ્ત  પક્ષોએ છેલ્લા પાંચ વર્ષમાં ૪૧ એવા ઉમેદવારોને ટિકિટ આપી હતી કે જેમની સામે બળાત્કાર સાાૃથે સંકળાયેલા કેસો ચાલી રહ્યાં હતાં. 

છેલ્લા પાંચ વર્ષમાં ભાજપે મહિલાઓ વિરુદ્ધ અપરાાૃધના કેસનો સામનો કરી રહેલા કુલ ૬૬ ઉમંદવારોને લોકસભા, રાજ્યસભા અને રાજ્યની વિાૃધાનસભાઓે માટે ટિકિટ આપી હતી. કોંગ્રેસે આવા ૪૬ જ્યારે બસપાએ ૪૦ ઉમેદવારોને ટિકિટ આપી હતી. 

એડીઆર અને નેશનલ ઇલેકશન વોચે હાલના વર્તમાન ૭૫૯ સાંસદો અને ૪૦૬૩ ાૃધારાસભ્યોના કુલ ૪૮૯૬ એફિડેવિટમાંાૃથી ૪૮૨૨ એફિડેવિટનો અભ્યાસ કર્યો હતો. 

એડીઆરના અહેવાલ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ વિરુદ્ધ અપરાાૃધના કેસોનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા ૩૮ાૃથી વાૃધીને ૧૨૬ ાૃથઇ છે. જે ૨૩૧ ટકાનો ઉછાળો દર્શાવે છે. 

પશ્ચિમ બંગાળમાં સૌાૃથી વધુ ૧૬ સાંસદો અને ાૃધારાસભ્યો એવા છે જેમની સામે મહિલાઓ વિરુદ્ધના અપરાાૃધના કેસો ચાલી રહ્યાં છે. ત્યારબાદ અને મહારાષ્ટ્ર અને ઓડિશામાં આવા સાંસદો અને ાૃધારાસભ્યોની સંખ્યા ૧૨-૧૨ છે. 

છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ વિરુદ્ધના અપરાાૃધના કેસોનો સામનો કરી રહેલા કુલ ૫૭૨ ઉમેદવારોએ લોકસભા, રાજ્યસભા કે વિાૃધાનસભાની ચૂંટણી લડી છે. જે પૈકી ૪૧૦ ઉમેદવારોને માન્યતા પ્રાપ્ત પક્ષોએ ટિકિટ આપી હતી અને તેમાંાૃથી ૮૯ સાંસદો લોકસભા અને રાજ્યસભા માટે નોમિનેટ ાૃથયા હતાં. રાજકીય પક્ષોએ મહારાષ્ટ્રમાં સૌાૃથી વધુ ૮૪ અને બિહારમાં ૭૫ આવા ઉમેદવારોને ટિકિટ આપી હતી.