Skip to main content
Source
Gujarat Samachar
City
New Delhi

વર્ષ 2019-20 દરમિયાન 3429.56 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોંડ રાજકીય પક્ષોએ ઉપાડી દીધા હતા. જેમાંથી ચાર રાષ્ટ્રીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, ટીએમસી અને એનસીપીના 87.29 ટકા છે. આ ખુલાસો ચૂંટણી અિધકારો માટેના સંગઠન એડીઆર દ્વારા કરવામાં આવ્યો છે. સૌથી વધુ ભાજપને બોંડની રકમ મળી છે. 

નવી રિપોર્ટમાં દાવો કરાયો છે કે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન વિવિધ રાજકીય પક્ષોેએ કુલ 3429.56 કરોડ રૂપિયાના બોંડ ઉપાડી દીધા છે. જ્યારે ભાજપને સૌથી વધુ રકમ મળી છે. આ રિપોર્ટ મુજબ ભાજપે પોતાની આવક 3623.28 કરોડ રૂપિયા જાહેર કરી છે. જે નાણાકીય વર્ષ 2019-20 દરમિયાનની છે. જોકે તેમાંથી માત્ર 1651.022 કરોડ એટલે કે 45.57 ટકા જ ખર્ચ કર્યો છે. 

જ્યારે કોંગ્રેસની આ જ સમય દરમિયાન આવક 2019-20 કરોડ રૂપિયા હતી જ્યારે પાર્ટીએ 998.158 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.  ટીએમસીએ જણાવ્યું હતું કે તેને ઇલેક્ટોરલ બોંડ વગેરે દ્વારા કુલ 143.676 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે 107.277 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો જે મળેલા બોંડના 74.67 ટકા છે.

નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન  રાજકીય પક્ષો દ્વારા ઇલેક્ટોરલ બોંડની જે રકમ જાહેર કરવામાં આવી છે તે 3441.324 કરોડ રૂપિયા છે. સાત રાષ્ટ્રીય પક્ષો ભાજપ, કોંગ્રેસ, ટીએમસી, એનસીપી, બીએસપી, એઆઇટીસી, સીપીઆઇએ જાહેરાત કરી છે કે તેમને ભારતભરમાંથી કુલ 4758.206 કરોડ રૂપિયા આ સમયગાળા દરમિયાન મળ્યા છે.