Skip to main content
Source
VTV Gujarati
https://www.vtvgujarati.com/news-details/analysis-of-adr-report-of-donations-to-political-parties
Author
Team VTV
Date

Analysis of ADR report of donations to political parties

રાજકીય પક્ષોને મળેલ દાન અંગે ADR રિપોર્ટનું કરાયુ વિશ્લેષણ, 20 હજારથી વધુ રકમ દાનમાં મળી હોય તેનું વિશ્લેષણ કરાયુ જેમાં બીજેપીને વધુ દાન મળ્યુ હોવાનું આવ્યુ સામે

  • રાજકીય પક્ષોને મળેલ દાન અંગે ADRનું વિશ્લેષણ
  • વર્ષ 2020-21 દરમિયાન મળેલ દાનની વિગતોનું વિશ્લેષણ
  • તમામ પક્ષોને મળી કુલ 593. 748 કરોડ રૂપિયાનું દાન મળ્યું

રાજકીય પક્ષોને મળેલ દાન અંગે ADRનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રાજકીય પક્ષોને 20 હજારથી વધુ રકમ દાનમાં મળી હોય તેનું વિશ્લેષણ કરાયુ . આ અહેવાલ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજુ કરાયેલ વિગતોને આધારે તૈયાર કરાયો છે.  જેમાં BJP, INC, BSP, NCP, CPI, CPM  પક્ષોના દાનની વિગતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. નિયમ અનુસાર વર્ષ 2020-21 દરમિયાન મળેલ દાનની વિગતો 30 સપ્ટેમ્બર સુધી ચૂંટણી પંચને રજુ કરવાની હોય છે પરંતુ  માત્ર BSP દ્વારા સમય મર્યાદામાં  આ વિગતો  ચૂંટણી પંચ સમક્ષ રજુ કરાઈ હતી. અન્ય પક્ષોએ આ વિગતો આપવામાં વિલંબ કર્યો હતો. ADR દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ જાણવા માટે અહીં ક્લિક કરો...

593.748 કરોડનું દાન પ્રાપ્ત થયું

અહેવાલ મુજબ વર્ષ 2020-21માં  તમામ પક્ષોને મળી કુલ 593. 748 કરોડ રૂપિયાનું દાન મળ્યું.  જે વર્ષ 2019-20 ની સરખામણીમાં 41.49 ટકા દાનની રકમ ઓછી છે. ત્યારે જો સ્ટેટ મુજબ વાત કરીએ તો દિલ્હીમાં 246.502 કરોડ, મહારાષ્ટ્રમાં 71.681 કરોડ તથા ગુજરાતમાંથી 47.071 કરોડનું દાન પ્રાપ્ત થયું છે . જેમાંથી કુલ દાનમાંથી સૌથી  477.545 કરોડ દાન માત્ર BJPને મળ્યું છે. 

ગુજરાતમાંથી રાજકીય પાર્ટીઓને કેટલું દાન ?

BJP 46.0384 કરોડ
કોંગ્રેસ 92.5 લાખ
NCP

10.75 લાખ

બીજેપી-કોંગ્નેસને કોના તરફથી કેટલુ દાન ?

બીજેપીને કુલ દાનના 80.96 ટકા દાન કોર્પોરેટ તથા બિઝનેસ હાઉસ તરફથી મળ્યુ છે. બિઝનેસ હાઉસ તરફથી BJPને 416.794 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. BJPને વ્યક્તિગત દાતાઓ તરફથી 60.37 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. જ્યારે  કોંગ્રેસ પક્ષને કોર્પોરેટ/ બિઝનેશ હાઉસ તરફથી 35.89 કરોડનું દાન મળ્યું કોંગ્રેસને વ્યક્તિગત દાતાઓ તરફથી 38.59 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.

પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે સૌથી વધુ રૂપિયા 216 કરોડનું દાન આપ્યું છે. પ્રુડેન્ટ ઈલેક્ટોરલ ટ્રસ્ટે BJPને 209 કરોડ NCPને 5 કરોડ અને કોંગ્રેસ ને 2 કરોડ આપ્યા હોવાની અહેવાલમાં માહિતી પ્રાપ્ત થઇ છે. મહત્વનું છે કે  દેશની રાજકીય પાર્ટીઓને કંપનીઓ અને વ્યક્તિઓ તરફથી સીધું દાન હવે એક નિશ્ચિત રકમથી નીચે જ કાયદેસર છે. આ સિવાય મોટી રકમનું દાન કરવું હોય તો ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદવા પડે છે.. કેન્દ્ર સરકાર એક નિશ્ચિત સમયે આ બોન્ડની જાહેરાત કરે છે અને તેની ખરીદી માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી જ શક્ય છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોલ બોન્ડ બહાર પાડવા માટે એક ઇલેક્ટ્રોરલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવે છે અને આ ટ્રસ્ટ તેને મળેલા નાણા રાજકીય પક્ષોને આપે છે

આ કંપનીઓ દ્વારા પણ અપાયુ દાન

IRB ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપર લી. દ્વારા  20 કરોડ,  મોડર્ન રોડ મેકર્સ પ્રા. લી. દ્વરા 20 કરોડ, સરંજય બ્રહ્મા દ્વારા 14.46 કરોડ રૂપિયાનું દાન બીજેપીને  આપવામાં આવ્યું છે. જ્યારે નિરમા લી. દ્વારા BJPને 10 કરોડ અને કોંગ્રેસને 60 લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યુંહોવાની અહેવાલ તરફથી માહિતી મળી છે.