Skip to main content
Source
Hum Dekhenge
https://humdekhenge.in/adr-report-29-out-of-30-cms-are-millionaires-cms-of-this-state-have-the-most-assets/
Author
Darshan Chaudhari

દેશના 30માંથી 29 મુખ્યમંત્રીઓ કરોડપતિ છે. તેમની સરેરાશ સંપત્તિ 33.96 કરોડ રૂપિયા છે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના ચૂંટણી એફિડેવિટના વિશ્લેષણમાંથી આ વાત સામે આવી છે. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની સૌથી વધુ 510 કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે સૌથી ઓછી 15 લાખ રૂપિયાની સંપત્તિ છે.

અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડુ 163 કરોડની સંપત્તિ સાથે કરોડપતિ મુખ્ય પ્રધાનોની યાદીમાં બીજા નંબરે છે. જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પાસે 63 કરોડ રૂપિયાની સંપત્તિ છે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ પાસે એક કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે ત્રણ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. એડીઆરના અહેવાલ મુજબ, 30માંથી 13 મુખ્યમંત્રીએ તેમના સોગંદનામામાં ગંભીર ફોજદારી કેસો નોંધ્યા છે, જેમાં ખૂન, હત્યાનો પ્રયાસ, અપહરણનો સમાવેશ થાય છે. વધુ કેદની સજા સાથે બિનજામીનપાત્ર ગુનાઓ પણ છે.

ADR ની સ્થાપના 1999 માં IIM અમદાવાદના કેટલાક પ્રોફેસરો દ્વારા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે લોકશાહીને મજબૂત કરવાનું પોતાનું લક્ષ્ય જણાવ્યું હતું. કેટલા ધારાસભ્યો પર ગુનાહિત કેસ છે અથવા કયા પક્ષને કેટલા પૈસા મળ્યા વગેરેની માહિતી જાહેર કરવામાં આવે છે. અહેવાલો જાહેર કરવાથી લોકો તેમના નેતાઓ અને વિવિધ પક્ષો વિશે જાણી શકે.