ADR રિપોર્ટ મુજબ ભાજપે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ 4,340.473 કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી પરંતુ તેમાંથી માત્ર 50.96 ટકા (2,211.69 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો હતો.
ચૂંટણી વિશ્લેષણ સંસ્થા એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના અહેવાલ મુજબ ભાજપે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ રૂપિયા 4,340.473 કરોડની આવક જાહેર કરી હતી પરંતુ તેમાંથી માત્ર 50.96 ટકા એટલે કે, રૂપિયા 2,211.69 કરોડનો ખર્ચ કર્યો હતો. જ્યારે કોંગ્રેસને 1,225.12 કરોડ રૂપિયા મળ્યા હતા. તેણે 83.69 ટકા એટલે કે 1,025.25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતો.
ચૂંટણી બોન્ડમાંથી કયા પક્ષને કેટલું દાન મળ્યું?
રાષ્ટ્રીય પક્ષોની આવકનો મોટો હિસ્સો ચૂંટણી બોન્ડ દ્વારા મળેલો છે. ભાજપને સૌથી વધુ 1,685.63 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. કોંગ્રેસને 828.36 કરોડ રૂપિયા અને આમ આદમી પાર્ટી (AAP) ને 10.15 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. આ ત્રણેય રાષ્ટ્રીય પક્ષોએ ચૂંટણી બોન્ડ યોજના દ્વારા 2,524.1361 કરોડ રૂપિયા એકત્ર કર્યા, જે તેમની કુલ આવકના 43.36 ટકા છે.
4507 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ રિડીમ થયા
વિવિધ રાજકીય પક્ષોએ 4,507.56 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ રિડીમ કર્યા. જેમાં રાષ્ટ્રીય પક્ષોનો હિસ્સો 55.99 ટકા એટલે કે 2,524.1361 કરોડ રૂપિયા હતો.