Skip to main content
Date

ભારતીય જનતા પાર્ટી 1000 કરોડ રૂપિયાનો પક્ષ બની ગયો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર)ના રીપોર્ટ અનુસાર, સાત રાષ્ટ્રીય પક્ષોએ નાણાકીય વર્ષ 2016-17ની પોતાની આવક જાહેર કરી છે. આ તમામ પક્ષોની કુલ આવક રૂ.1,559 કરોડ જાહેર થઇ છે. તેમાં સૌથી વધુ આવક ભાજપની છે. તે પછી કોંગ્રેસનો નંબર આવે છે. ભાજપની કમાણી 81.8 ટકા વધીને રૂ.1,034 કરોડ થઇ છે. 2015-16માં તેની આવક રૂ.570.86 કરોડ હતી. જ્યારે આ ગાળા દરમિયાન કોંગ્રેસની આવકમાં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસની આવક રૂ.261.56 કરોડથી ઘટીને રૂ.225.36 કરોડ થઇ છે.

ભાજપ અને બસપ સિવાયના બાકીના પાંચ રાષ્ટ્રીય પક્ષોની આવકમાં ઘટાડો

પાર્ટી આવક (2016-17) આવક (2015-16)
ભાજપ 1034.27 કરોડ રૂપિયા 570.86 કરોડ રૂપિયા
કોંગ્રેસ 225.36 કરોડ રૂપિયા 261.56 કરોડ રૂપિયા
બસપ 173.58 કરોડ રૂપિયા 47.35 કરોડ રૂપિયા
સીપીએમ 100.25 કરોડ રૂપિયા 107.25 કરોડ રૂપિયા
એનસીપી 7.73 કરોડ રૂપિયા 9.13 કરોડ રૂપિયા
ટીએમસી 6.39 કરોડ રૂપિયા 34.57 કરોડ રૂપિયા
સીપીઆઇ

2.07 કરોડ રૂપિયા

2.17 કરોડ રૂપિયા

ભાજપને સૌથી વધુ નાણાં દાન અને યોગદાનથી મળ્યા

- બંને પક્ષોએ તેમની આવકનો સ્રોત પણ જણાવ્યો છે. તેમને અનુદાન, દાન અને યોગદાન મારફત નાણાં મળ્યા છે.
- ભાજપે જણાવ્યું કે અનુદાન, દાન અને યોગદાન મારફત રૂ.997.12 કરોડ મળ્યા. તે નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન કુલ આવકના 96.41 ટકા છે. બીજી બાજુ, કોંગ્રેસને સમાન સ્રોતમાંથી રૂ.50.626 કરોડ મળ્યા છે. તેની કુલ આવકના 51.32 ટકા છે.

ક્યાંથી કેટલી થઇ આવક?

પાર્ટી સ્વેચ્છિક ફાળો બેન્કમાંથી મળેલું વ્યાજ ફી અને સભ્ય ફી
ભાજપ 997.12 કરોડ રૂપિયા 31.18 કરોડ રૂપિયા 4.29 કરોડ રૂપિયા
કોંગ્રેસ 115.66 કરોડ રૂપિયા 50.626 કરોડ રૂપિયા 43.89 કરોડ રૂપિયા

ભાજપે ચૂંટણી અને પ્રચાર અભિયાનો પર કર્યો રૂ.606.64 કરોડનો ખર્ચ