Skip to main content
Source
Gujarat Samachar
Date
City
Gandhinagar

ADR Report: લોકસભાની ચૂંટણીમાં ઇવીએમમાં પડેલાં મત અને મત ગણતરીના આંકડામાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. ઍસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ(ADR)ના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, દેશની તમામ બેઠકો પર કુલ મળીને 5 કરોડ મતના ફેરફાર જોવા મળતાં એક નવા વિવાદ ઊભો થયો છે. તેમાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠકમાંથી 24 બેઠકમાં કુલ 15,521 મતનો ફેરફાર જોવા મળ્યો છે. કાં તો મત વધુ પડ્યા છે, કાં તો ઓછા પડ્યા છે. હવે ઇલેક્શન કમિશનની વિશ્વસનીયતા સામે સવાલો ઊઠ્યો છે.

3100 મતોનો તફાવત જોવા મળ્યો

લોકસભાની ચૂંટણી 2024માં ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યાં હતા અને મતગણતરીના દિવસે મતોની ગણતરી થઈ તેમાં ઘણાં મતોમાં તફાવત જોવા મળ્યો છે. એડીઆરના રિપોર્ટ અનુસાર, ગુજરાતની વાત કરીએ તો, 26 બેઠકમાંથી 24 બેઠકોમાં 8 મતોથી માંડીને 3100 મતોનો તફાવત જોવા મળ્યો છે. કાં તો મત ઓછા છે. કાં તો જાહેર કરેલા મતો કરતાં વધુ મત છે.

ગુજરાતમાં 24 લોકસભા બેઠકોમાં EVMના મતમાં તફાવત, ADR રિપોર્ટમાં ખુલાસો, EC શંકાના ઘેરામાં 2 - image

ગુજરાતમાં 24 બેઠકો પર કુલ મળીને 15,521 મતનો તફાવત જોવા મળ્યો છે. ભાવનગરમાં 2096, ખેડામાં 2222, પાટણમાં 1577, બારડોલીમાં 3193 અને આણંદમાં 1337 મતનો ફરક જોવા મળ્યો છે. જો કે, મતમાં ફેરફાર એ પરિણામ બદલવા માટે જવાબદાર ન હોય પણ ચૂંટણીપંચની વિશ્વસનીયતા સામે આંગળી ચિંધાઈ છે.