Skip to main content
Date

લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલે છે ત્યારે અનેક ઉમેદવારો પર ગુનાહિત કેસો દાખલ થયા હોવાની માહિતી સામે આવી છે.બીજા તબક્કાની ચૂંટણીમાં કુલ 1590 ઉમેદવારોમાંથી 251 સામે ક્રિમિનલ કેસ દાખલ છે. તેમાંથી 167 ગંભીર ક્રિમિનલ કેસના આરોપી છે.

ઇલેક્શનનો ડેટા રાખતી નેશનલ ઈલેક્શન વોચ અને ઓસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા 1590 ઉમેદવારોની વિગતો સામે આવી છે.ઉમેદવારોએ જે એફિડેવિટ કરી છે તેમાંથી આ વિગતો સામે આવી છે.એડીઆરએ કહ્યું છે કે, બીજા તબક્કાના મતદાનમાં કુલ 1644 ઉમેદવાર છે પરંતુ 54 ઉમેદવારના એફિડેવિટ ઉપલબ્ધ ન હોવાથી તેનું વિશ્લેષણ કરી શકાયુ નથી.

મળતી માહિતી પ્રમાણે  કોંગ્રેસના 17, ભાજપના 10, બસપાના 10, એઆઈએડીએમકેના 3, ડીએમકેના 7 અને શિવસેનાના 1 ઉમેદવાર સામે ગંભીર ગુના દાખલ છે.

બીજા તબક્કાના 423 ઉમેદવારોએ એક કરોડ કરતા વધારે સંપત્તિ જાહેર કરી છે. તેમાં મોટા ભાગના કોંગ્રેસના 46 ઉમેદવાર અને ભાજપના 45 ઉમેદવાર છે. કોંગ્રેસ ઉમેદવારની સરેરાશ સંપત્તિ 31.83 કરોડ છે અને ભાજપ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 21.59 કરોડ રૂપિયા છે.

3 ઉમેદવારોએ જાહેર કર્યું છે કે, તેઓ તેમના વિરુદ્ધ દાખલ કેસમાં આરોપી સાબીત થયા છે. 6 વિરુદ્ધ મર્ડર કેસ નોંધાયો છે.25 ઉમેદવારો પર હત્યાનો પ્રયત્ન કર્યો હોવાનો ગુનો8 ઉમેદવારો સામે અપહરણના કેસ10 ઉમેદવાર સામે મહિલા વિરુદ્ધ ગુનાના કેસ હોવાની વાત સામે આવી15 ઉમેદવારોએ તેના વિરુદ્ધ ધૃણાસ્પદ ગુનો હોવાની વાત એફિડેવિટમાં જાહેર કરી.


abc