એડીઆરએ જણાવ્યું છે કે 1,618માંથી 16 ટકા એટલે કે 252 ઉમેદવારો એવા છે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી 10 ટકા એટલે કે 161 એવા છે જેમની સામે ગંભીર કેસ નોંધાયેલા છે. ગંભીર કેસોમાં હત્યા અને અપહરણ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. સાત ઉમેદવારો સામે હત્યા અને હત્યાના પ્રયાસના 19 કેસ નોંધાયેલા છે.
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં 1,625 ઉમેદવારો મેદાનમાં છે. તેમાંથી 16 ટકા ઉમેદવારો એવા છે કે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જ્યારે 28 ટકા ઉમેદવારો કરોડપતિ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ADR એ 1,625 ઉમેદવારોમાંથી 1,618 ઉમેદવારોના એફિડેવિટ્સનું વિશ્લેષણ કર્યા બાદ આ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 102 બેઠકોમાંથી 42 બેઠકો એવી છે જ્યાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારો સામે ગુનાહિત કેસ નોંધાયેલા છે.
એડીઆરએ જણાવ્યું છે કે 1,618માંથી 16 ટકા એટલે કે 252 ઉમેદવારો એવા છે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમાંથી 10 ટકા એટલે કે 161 એવા છે જેમની સામે ગંભીર કેસ નોંધાયેલા છે. ગંભીર કેસોમાં હત્યા અને અપહરણ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. સાત ઉમેદવારો સામે હત્યા અને હત્યાના પ્રયાસના 19 કેસ નોંધાયેલા છે.
18 ઉમેદવારો એવા છે જેમની સામે મહિલાઓ વિરુદ્ધના ગુના નોંધાયેલા છે. તેમાંથી એક સામે દુષ્કર્મનો કેસ પણ નોંધાયેલ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 35 ઉમેદવારો પર ભડકાઉ ભાષણ આપવાનો પણ આરોપ છે.
કલંકિત લોકો રાજનીતિ પર પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષ કલંકિત ઉમેદવારોને ટિકિટ આપે છે. પ્રથમ તબક્કામાં લાલુ પ્રસાદ યાદવની આરજેડીએ ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને ચારેયની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. ડીએમકેએ 13, સમાજવાદી પાર્ટીએ 3, ટીએમસીએ 2, ભાજપે 28 અને કોંગ્રેસે 19 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે જેમની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. જ્યારે RJDના 2, DMKના 6, સમાજવાદી પાર્ટીના 2, TMCના 5, BJPના 14, AIADMKના 6, કોંગ્રેસના 8 અને BSPના 8 ઉમેદવારોએ એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની સામે ગંભીર અપરાધિક મામલા નોંધાયેલા છે.
28 ટકા ઉમેદવારો કરોડપતિ છે
ADRએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પહેલા તબક્કામાં 28 ટકા એટલે કે 450 ઉમેદવારો કરોડપતિ છે. એટલે કે તેમની પાસે એક કરોડ કે તેથી વધુની સંપત્તિ છે. ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 4.51 કરોડ રૂપિયા છે.
આરજેડીના ચારેય ઉમેદવારો કરોડપતિ છે. AIADMKના 36માંથી 35, DMKના 22માંથી 21, ભાજપના 77માંથી 69, કોંગ્રેસના 56માંથી 49, TMCના 5માંથી 4 અને BSPના 86માંથી 18 ઉમેદવારો પાસે કરોડોની સંપત્તિ છે.
મધ્યપ્રદેશની છિંદવાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નકુલ નાથ સૌથી અમીર ઉમેદવાર છે. તેમણે એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 716 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. તમિલનાડુની ઈરોડ બેઠક પરથી AIADMKના ઉમેદવાર અશોક કુમારની સંપત્તિ 662 કરોડ રૂપિયા છે. તમિલનાડુની શિવગંગાઈ બેઠક પરથી ભાજપના ઉમેદવાર દેવનાથન યાદવ ટી. 304 કરોડની સંપત્તિ ધરાવે છે.
લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે
ગત વખતની જેમ આ વખતે પણ સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. આ પછી 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂને મતદાન થશે. 4 જૂને પરિણામ જાહેર થશે.