પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની સાદગીને લઇને જાણીતા છે. વળી તેઓ પોતાના આક્રમક નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે ઘણીવાર આપણને સવાલ થાય કે આ મુખ્યમંત્રીનો પગાર કેટલો હશે. તે લોકો પાસે કેટલી સંપત્તિ હશે. તેઓના પરિવારમાં કોણ કોણ હશે. મુખ્યમંત્રીના અંગત અંગત જીવન અંગે જાણવાની લોકોને ઇંતેજારી હોય છે. ત્યારે આજે આપણે એ જાણીશું પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સહિત અન્ય રાજ્યોના સીએમની સંપત્તિ કેટલી છે.
મમતા બેનર્જીની સંપત્તિ કેટલી?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની કુલ સંપત્તિ જાણીને તમને આશ્ચર્ય થશે. પહેલો સવાલ એ જ થાય કે મુખ્યમંત્રી પાસે આટલી જ સંપત્તિ કેવી રીતે હોઈ શકે? એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અનુસાર, CM મમતા બેનર્જીની કુલ સંપત્તિ 15 લાખ રૂપિયા છે. તે સૌથી ઓછી સંપત્તિ ધરાવાતા મુખ્યમંત્રી છે.
સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ ?
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. નાયડુ પર 10 કરોડ રૂપિયાથી વધુની જવાબદારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી દીઠ સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે. 2023-2024 માટે ભારતની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક અથવા NNI લગભગ રૂ. 1,85,854 હતી, જ્યારે મુખ્ય પ્રધાનની સરેરાશ સ્વ-આવક રૂ. 13,64,310 છે, જે ભારતની માથાદીઠ સરેરાશ આવક કરતાં લગભગ 7.3 ગણી છે.
નાયડુ પછી કોણ ધનિક મુખ્યમંત્રી?
- દેશના 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા છે.
- અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે બીજા સૌથી ધનિક મુખ્યમંત્રી છે.
- પેમા ખાંડુની પણ સૌથી વધુ 180 કરોડ રૂપિયાની જવાબદારી છે.
- કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા 51 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની પર 23 કરોડ રૂપિયાની જવાબદારી છે.
સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી
- જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા રૂ. 55 લાખની સંપત્તિ સાથે યાદીમાં બીજા સૌથી ગરીબ મુખ્ય પ્રધાન છે.
- કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન રૂ. 1.18 કરોડની સંપત્તિ સાથે ત્રીજા સૌથી ગરીબ મુખ્ય પ્રધાન છે.
દેશમાં બે મહિલા મુખ્યમંત્રી
ADR રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 13 (42 ટકા) મુખ્યમંત્રીઓએ પોતાની સામે ફોજદારી કેસો જાહેર કર્યા છે, જ્યારે 10 (32 ટકા) એ હત્યાના પ્રયાસ, અપહરણ, લાંચ અને ફોજદારી ધાકધમકી સહિતના ગંભીર ફોજદારી કેસો જાહેર કર્યા છે દેશના 31 મુખ્યમંત્રીઓમાં માત્ર બે મહિલાઓ પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી અને દિલ્હીના મુખ્યમંત્રી આતિશી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ અને દિલ્હી જ એવા બે રાજ્યો છે જ્યાં મહિલા સીએમ છે. મમતા સિવાય આતિશી દેશમાં એકમાત્ર મહિલા મુખ્યમંત્રી છે. 38 વર્ષની આતિશી દેશના સૌથી યુવા સીએમ પણ છે.
77 વર્ષીય વિજયન દેશના સૌથી વૃદ્ધ મુખ્યમંત્રી છે. રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે બિહારના નીતીશ કુમાર એકમાત્ર એવા સીએમ છે જેઓ એમએલસી છે જ્યારે બાકીના ધારાસભ્યો છે.
