Skip to main content
Source
Gujarati News18
Author
Pravin Makwana
Date
City
New Delhi

દેશના સૌથી અમીર મુખ્યમંત્રી આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સોમવારે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબૂ નાયડૂ 931 કરોડથી પણ વધારેની સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી છે. જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ફક્ત 15 લાખ રૂપિયાની સંપત્તિ સાથે સૌથી ગરીબ સીએમ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે રાજ્ય વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક મુખ્યમંત્રીની સરેરાશ સંપત્તિ 52.59 કરોડ રૂપિયા છે.

આ સર્વેથી દેશમાં મુખ્યમંત્રીઓની સરેરાશ સંપત્તિ અને દેવાદારીની ખબર પડે છે. જેનાથી તેમની અમીરી સામે આવે છે. જ્યારે જોવા જઈએ તો, ભારતના પ્રતિ વ્યક્તિ શુદ્ધ રાષ્ટ્રીય આવક અથવા એનએનઆઈ 2023-24 માટે લગભગ 1,85,854 રૂપિયા હતી. તો વળી એક મુખ્યમંત્રીની સરેરાશ સ્વયંની આવક 13,64,310 રૂપિયા છે. જે ભારતની સરેરાશ પ્રતિ વ્યક્તિ આવક લગભગ 7.3 ગણી છે. કુલ 31 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1630 કરોડ રૂપિયા છે.

વ્યક્તિગત રીતે ચંદ્રબાબૂ નાયડૂ બાદ અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ 332 કરોડથી પણ વધારેની કુલ સંપત્તિ સાથે બીજા નંબરે આવે છે. કર્ણાટકના સિદ્ધારમૈયા 51 કરોડથી વધારે સંપત્તિ સાથે લિસ્ટમાં ત્રીજા નંબરે છે. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા 55 લાખ રૂપિયાની સંપત્તિ સાથે લિસ્ટમાં બીજા સૌથી ગરીબ સીએમ છે અને પિનારાઈ વિજયન 118 કરોડ રૂપિયા સાથે સૌથી અમીર સીએમની યાદીમાં ત્રીજા નંબર પર છે.

ખાંડુ પર સૌથી વધારે 180 કરોડની દેણું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સિદ્ધારમૈયા પર 23 કરોડ અને નાયડૂ પર 10 કરોડથી વધારેની દેવાદારી છે. તેમાં એવું પણ કહેવાયું છે કે, 13 મુખ્યમંત્રીઓએ પોતાના વિરુદ્ધ ગુનાહિત કેસ જાહેર કર્યા છે. જ્યારે 10 પર હત્યાના પ્રયાસ, અપહરણ, લાંચ અને ગુનાહિત ધમકીથી સંબંધિત ગંભીર ગુનાહિત મામલા જાહેર કર્યા છે. 31 મુખ્યમંત્રીમાંથી ફક્ત બે મહિલા- પશ્ચિમ બંગાળ અને દિલ્હીના આતિશી છે.


abc