Skip to main content
Source
Navgujaratsamay
Date

બિલ્ડર, મેન્યુફેક્ચરિંગ સહિતની કંપનીઓ દ્વારા ચૂંટણી ટ્રસ્ટોને અપાતું જંગી દાન

 

ભાજપ-કોંગ્રેસના અનેક ઉમેદવારોને પૂરતું ચૂટણી ફંડ ન અપાયાની ચર્ચા

 

દેશના ઇલેક્ટોરલ ટ્રસ્ટોને 2024-25માં કુલ ~ 3826 કરોડનું દાન મળ્યું તેમાંથી ભાજપને 82 ટકા એટલે કે ~ 3157.65 કરોડ મળ્યા છે. કોંગ્રેસને 7.81 ટકા એટલે કે 298.77 કરોડ મળ્યા છે. ઇલેક્ટોરલ ટ્રસ્ટને વિવિધ કંપનીઓ દ્વારા, વ્યક્તિગત અને અન્ય રીતે પણ દાન પણ અપાતું હોય છે. રાજ્યોમાંથી આ રીતે અપાયેલા દાનમાં ગુજરાતનો નંબર પાંચમો છે. ગુજરાતમાંથી જાણીતી કંપનીઓ દ્વારા કુલ ~ 200.50 કરોડનું દાન અપાયું હોવાનું એડીઆરના રિપોર્ટમાં છે. પક્ષો આ રકમ ચૂંટણી ખર્ચમાં ઉપયોગમાં લે છે. 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સંસ્થા દ્વારા ઇલેક્ટોરલ ટ્રસ્ટોને 2024-25માં મળેલા દાન અને તેમાંથી રાજકીય પક્ષોને ફાળે ગયેલી રકમનું વિશ્લેષણ કરાયું છે. તે મુજબ કુલ 20 ચૂંટણી ટ્રસ્ટમાંથી 15 દ્વારા અપાયેલી દાનની રકમનો અહેવાલ જારી થયો છે.  વિવિધ રાજ્યમાંથી મળેલા દાનમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાંથી 1225.42 કરોડ, તે પછી તેલંગાણામાંથી 358.25 કરોડ, ત્રીજા ક્રમે હરિયાણામાંથી 212.90 કરોડ, પશ્ચિમ બંગાળમાંથી 203.85 કરોડ અને ગુજરાતમાંથી 200.50 કરોડનું દાન ચૂંટણી ટ્રસ્ટોને અપાયું છે. કંપનીઓ દ્વારા દાન અપાય છે તેમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી સૌથી વધુ 1063 કરોડ (27.87 ટકા), બિલ્ડરો-રિઅલ એસ્ટેટની કંપનીઓમાંથી 629.17 કરોડ, કોમ્યુનિકેશન-આઇટી-ટેલિકોમ કંપનીઓ થકી 451.85 કરોડ (11.81) કરોડનું દાન મળ્યું છે.  એલિવેટડ એવન્યુ રિઅલ્ટી એલએલપી દ્વારા સૌથી વધુ 500 કરોડનું દાન અપાયું છે. તે પછી ટાટા સન્સ દ્વારા 308.13 કરોડ, ટીસીએસ દ્વારા 217.62 કરોડ, મેઘા એન્જિ. એન્ડ ઇન્ફ્રા. દ્વારા 175 કરોડનું દાન અપાયું છે. પ્રુડન્ટ ટ્રસ્ટ દ્વારા કુલ 2180 કરોડનું દાન ભાજપને અપાયું છે જે ગત વર્ષે 723 કરોડનું હતું. તે પછી પ્રોગ્રેસિવ ટ્રસ્ટ દ્વારા 757.62 કરોડ નું દાન ભાજપને અપાયું છે. પ્રુડન્ટ દ્વારા કોંગ્રેસને 216.33 કરોડનું દાન અપાયું છે. કુલ 21 પક્ષને દાન અપાયું છે. 

ગુજરાતમાંથી દાન આપનારી મુખ્ય કંપનીઓ

  • ટોરેન્ટ પાવર-65 કરોડ
  • આર્સેલર મિત્તલ-50 કરોડ
  • ટોરેન્ટ ફાર્મા-29.5 કરોડ
  • કલ્પતરૂ-20 કરોડ
  • જેકે પેપર-13 કરોડ 
  • અરવિંદ-10 કરોડ
  • અનુપ-2 કરોડ 

સૌથી વધુ દાન મેળવનારા ચૂંટણી ટ્રસ્ટ

  • પ્રુડન્ટ-વિવિધ 285 દાનની કુલ રકમ 2668.49 કરોડ 
  • પ્રોગ્રેસિવ-વિવિધ 15 દાનની કુલ રકમ 915 કરોડ 
  • ન્યુ ડેમોક્રેટિક-વિવિધ 9 દાનની કુલ રકમ 160 કરોડ 
  • હાર્મની-વિવિધ 7 દાનની કુલ રકમ 35.55 કરોડ 
  • ટ્રિમ્ફ-વિવિધ 3 દાનની કુલ રકમ 25 કરોડ 

કયા રાજ્યમાંથી ચૂંટણી ટ્રસ્ટોને કેટલું દાન

  • મહારાષ્ટ્ર-1225 કરોડ
  • તેલંગાણા-358 કરોડ
  • હરિયાણા-212.90 કરોડ
  • પશ્વિમ બંગાળ-203.85 કરોડ
  • ગુજરાત-200.50 કરોડ 
  • દિલ્હી-188.72 કરોડ 
  • તમિલનાડુ-153 કરોડ
  • કેરળ-50 કરોડ

કયા પક્ષને કેટલું દાન મળ્યું

  • ભાજપ-3157.65 કરોડ 
  • કોંગ્રેસ-298.77 કરોડ 
  • એઆઇટીસી-102 કરોડ  
  • (ઓલ ઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ)
  • વાયએસઆર-કોંગ્રેસ-98 કરોડ 
  • ટીડીપી-44 કરોડ
  • જેડી(યુ)-17 કરોડ
  • આપ-16.41 કરોડ 
  • બીજેડી-15 કરોડ 

 


abc