Skip to main content
Source
Divya Bhaskar
Author
Divya Bhaskar
Date
City
New Delhi

દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 12 એટલે કે 40% મુખ્યમંત્રીઓ સામે ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. આમાંથી 10 એટલે કે 33% મુખ્યમંત્રીઓ સામે હત્યાનો પ્રયાસ, અપહરણ અને લાંચ જેવા ગંભીર કેસ નોંધાયેલા છે.

તેલંગાણાના CM રેવંત રેડ્ડી સામે સૌથી વધુ 89 કેસ નોંધાયેલા છે. ચૂંટણી સુધારા માટે કામ કરતી એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.

આ રિપોર્ટ​​​​​​​ એવા સમયે આવ્યો છે જ્યારે સરકારે ત્રણ બિલ રજૂ કર્યા છે જે વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને ગંભીર ગુનાહિત આરોપોમાં 30 દિવસ માટે અટકાયતમાં રાખવા પર પદ સંભાળવા માટે અયોગ્ય ઠેરવશે.

ADR એ આ રિપોર્ટ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ 30 વર્તમાન મુખ્યમંત્રીઓના સોગંદનામાનું એનાલિસિસ કરીને તૈયાર કર્યો છે. આ ડેટા છેલ્લી ચૂંટણી લડતા પહેલા દાખલ કરાયેલા સોગંદનામામાંથી લેવામાં આવ્યો છે.

માન્યતા ન મળી હોય તેવા રાજકીય પક્ષોની આવકમાં 223%નો વધારો

જુલાઈ 2025ના એક રિપોર્ટમાં, ADR એ જણાવ્યું હતું કે દેશમાં નામામાત્ર મત મેળવતા રજિસ્ટર્ડ બિનમાન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો (RUPP) ની આવક 2022-23 માં 223% વધી છે. દેશમાં 2764 RUPP પાર્ટીઓ છે.

આમાંથી, 73%થી વધુ (2025 પક્ષો) એ તેમના નાણાકીય રેકોર્ડ જાહેર કર્યા નથી. બાકીના 739 નોંધાયેલા બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીએ તેમના રેકોર્ડ શેર કર્યા છે. રિપોર્ટમાં આ પાર્ટીઓનું એનાલિસિસ કરવામાં આવ્યું છે.

રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાતમાં આવી 5 પાર્ટીઓની કુલ આવક ₹2316 કરોડ હતી. તેમની વાર્ષિક આવક ₹1158 કરોડ હતી. જ્યારે છેલ્લા 5 વર્ષમાં યોજાયેલી 3 ચૂંટણીઓમાં તેમને ફક્ત 22 હજાર મત મળ્યા હતા.

આ પાંચ દળોએ 2019 થી 2024 દરમિયાન બે લોકસભા અને એક વિધાનસભા ચૂંટણીમાં કુલ 17 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ કોઈ જીતી શક્યું નહીં. આમાંથી ચાર પાર્ટી 2018 પછી નોંધાયેલા હતા.


abc